Advertisement

Main Ad

General knowledge question & Answer Part -2

કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? મુંદ્રા


કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?--- ભુજ


કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે? સરદાર સરોવર નર્મદા યોજના



કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ

કચ્છના કાળા ડુંગરાળ ઊંચાઇ જણાવો ? - 437.08 મીટર



કચ્છના ઘીણોધર ડુંગરાળ ઊંચાઇ જણાવો ? - 388 મીટર




કચ્છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? - ઘુડખર નામના


કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? - . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના


ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? - : સાબરમતી અને બનાસ નદીઓ



કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? - 27,200 ચોરસ કિ.મી.



કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો



કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની



કચ્છની ઉત્તર વહિને નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં



કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર


કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં


કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ

કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ



કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,

કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ


કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મુંદ્રા


કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?--- પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ


કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? : નારાયણ સરોવર



કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે? : નખત્રાણા



કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે? : નિરુણા


કચ્છમાં કયા ડુંગરનું શિખર સૌથી ઊંચું છે ? : કાળો ડુંગર



કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? : ભૂંગા


કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે? - કંઠીના મેદાન


ચોટીલા ડુંગરની ઊંચાઇ કેટલી છે? - 437 મીટર

કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? : ખારેક



કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?--- મહી

કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? : પંચમહાલ, ખેડા, આણંદ


કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? : બનાસકાંઠા

કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે? : દરિયાઇ માર્ગ

કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? : કોપાલીની ખાડી


કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે? : ફલેમિંગો

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? : પ્રાંતિજ અને હિંમતનગર


કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? : ચાર
કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? : ઉત્તર ભાગમાંથી

કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ?: કંડલા

કવાંટ મેળો કયાં ભરાય છે ? છોટા ઉદેપુર


કંઠીનું મેદાન કયાં આવેલું છે ? કચ્છ

કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? તાપી


કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? : કપાસ

કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? તાપી



કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?--- જૂનાગઢ


ક્યા ઉદ્યોગને લીધે સુરત આખા વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે ? - હીરા ઘસવાના ઉદ્યોગ

Post a Comment

0 Comments