1. મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા.........વિરુદ્ધ પ્રતિરેલી યોજાઈ હતી.
PI પેપર - 2017
ઠાકોરભાઈ દેસાઈ
યશવંતરાય ચૌહાણ
મોરારજી દેસાઈ
✔️વડાપ્રધાન જવાહરલાલ નેહરુ
2. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી?
સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017
ગોપાળકૃષ્ણ ગોખલે
જીવણલાલ બેરિસ્ટર
✔️અમૃતલાલ ઠક્કર
મદનગોપાલ શર્મા
3. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું?
જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ
શ્રી ચિમનભાઈ પટેલ
✔️સુશ્રી શારદા મુખર્જી
શ્રી મોરારજી દેસાઈ
શ્રી નિલમ સંજીવ રેડી
4. એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના ક્યા દેશી રાજ્યમાં નોકરી કરી હતી?
સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017
જામનગર
ભાવનગર
ગોંડલ
✔️વડોદરા
5. ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.
I. મૈત્રક
II. યાદવ
III. સોલંકી
IV. ચાવડા
PI પેપર - 2017
I, III, IV, II
I, IV, III, II
✔️II, I, IV, III
IV, III, I, II
6. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?
સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017
દામજીભાઈ-રેવતીબહેન
ધ્યાનચંદ – રેવાબહેન
✔️દૂદાભાઈ-દાનીબહેન
દાનીયલભાઈ-ગંગાબહેન
7. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
a) નવજીવન સાપ્તાહિક 1) ઉકાભાઈ પ્રભુદાસ
b) ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી 2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
c) પ્રજા હિતવર્ધક સભા 3) મોહનદાસ ગાંધી
d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તિકા 4) શ્યામજીકૃષ્ણ વર્મા
રેવન્યુ તલાટી - 28/02/2016
d-4, a-1, b-2, c-3
b-1, c-2, d-4, a-3
a-3, d-2, c-4, b-1
✔️c-1, a-3, b-4, d-2
8. 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી?
સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017
બેરીસ્ટર જીવણલાલ દેસાઈ
✔️ડાહ્યાભાઈ મહેતા
શેઠ અંબાલાલ સારાભાઈ
સર ચીનુભાઈ બેરોનેટ
9. “સંઘર્ષકાળમાં ગુજરાત” પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે?
જૂનિયર ક્લાર્ક - 2015 વિવિધ જિલ્લાઓ
✔️કટોકટી-1975
અયોધ્યા આંદોલન
મોગલ આક્રમણ
ભૂકંપ -2001
10. ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેજોદડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા?
રેવન્યુ તલાટી - 28/02/2016
✔️સુરેન્દ્રનગર જિલ્લો
ભાવનગર જિલ્લો
જૂનાગઢ જિલ્લો
અમદાવાદ જિલ્લો
0 Comments