Advertisement

Main Ad

ગુજરાતી પ્રશ્નો વનલાઈનર ૨૦૧ થી 250

ગુજરાતી પ્રશ્નો વનલાઈનર ૨૦૧ થી 250

201

સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી?    Ans: ગુજરાત સભા

202

ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે?    Ans: દરિયાલાલ

203

ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?    Ans: જયંતિ દલાલ

204

વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં કયાં આવેલી છે?    Ans: શામળાજી

205

વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી?    Ans: જેસલ જાડેજા

206

વલસાડ જિલ્લામાં કઇ પર્વતમાળા પથરાયેલી છે?    Ans: પારનેરા

207

કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

208

પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?    Ans: ડાંગ

209

ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ’ કયાં આવેલી છે?    Ans: સુરત

210

ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે?    Ans: કમલેશ નાણાવટી

211

ઠાગા-નૃત્ય કઈ જાતિના લોકોમાં પ્રચલિત છે ?    Ans: ઠાકોર

212

કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?    Ans: પાલનપુર

213

કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?    Ans: નાટ્યસંપદા

214

સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે?    Ans: ગુણસુંદરીની કુટુંબજાળ

215

‘કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ - આ વિધાન કોણે કર્યું છે?    Ans: રામનારાયણ પાઠક

216

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે?    Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

217

પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ?    Ans: નર્મદા

218

ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક કયાં આવેલો છે?    Ans: પોરબંદર

219

પેગોલિના રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?    Ans: ઉના

220

ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે?    Ans: સુગરી

221

ભારતમાં અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થા ઇસરોનું એક મથક ગુજરાતમાં કયાં આવેલું છે?    Ans: અમદાવાદ

222

હેમચંદ્રાચાર્ચનું સાંસારિક નામ શું હતું?    Ans: ચાંગદેવ

223

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?    Ans: જેતલપુર

224

૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ?    Ans: સુફિયાન શેખ

225

સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે?    Ans: ચિન્મય ઘારેખાન

226

ગુજરાતી કવિ ભાલણનું મૂળ નામ શું હતું ?    Ans: પુરુષોત્તમ

227

ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ સંસ્થા’ વિશ્વમાં શેના માટે વિખ્યાત છે ?    Ans: દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા

228

ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો?    Ans: સામંત સિંહ

229

બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.    Ans: અવિનાશ વ્યાસ

230

ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?    Ans: પાંડુલિપી

231

ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટેનો સૌપ્રથમ સ્ટુડિયો કયાં બંધાયો હતો?    Ans: હાલોલ

232

વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી?    Ans: મૈત્રક વંશ

233

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ?    Ans: ઇ.સ.૧૯૪૯

234

ગુજરાતમાં મીઠાની સૌથી વધારે નિકાસ કયા બંદરેથી થાય છે ?    Ans: બેડી

235

ગુજરાતમાં અંદાજે કેટલા રીંછ હોવાનું માનવામાં આવે છે?    Ans: ૨૩૦થી ૨૫૦

236

ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?    Ans: ધુવારણ

237

‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ?    Ans: ગાંધીજી

238

શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે?    Ans: ઉદયન ચીનુભાઇ

239

અકબરે ગુજરાતમાંથી કયા જૈન વિદ્વાનને બોલાવ્યા હતા?    Ans: આચાર્ચ હીરવિજયસુરી

240

રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

241

ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું?    Ans: ઊંઝા

242

જયોતીન્દ્ર દવેને ૪૦ મે વર્ષે કયો ચંદ્રક અપાયો હતો?    Ans: રણજીતરામ સુવર્ણચંદ્રક

243

ગુજરાતમાં ક્ષત્રપકાલીન યુગનાં કયા સ્થાપત્યો મળ્યાં છે?    Ans: સ્તૂપ અને વિહારસ્વરૂપની ગુફાઓ

244

એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?    Ans: ત્રિભુવનદાસ ગજજર

245

કયા માર્ગે થતો વેપાર ગુજરાતના અર્થતંત્રમાં સૌથી મહત્ત્વની ભૂમિકા અદા કરે છે?    Ans: દરિયાઇ માર્ગ

246

ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે?    Ans: ૩૦ જાન્યુઆરી ૧૯૪૮

247

મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી?    Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

248

ગુજરાતમાંથી પસાર થતો સૌથી વધુ વ્યસ્ત નેશનલ હાઈવે કયો છે ?    Ans: નેશનલ હાઈવે - નં. ૮

249

ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ?    Ans: ઊંઝા

250

ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ?    Ans: વલસાડ

Post a Comment

0 Comments