Advertisement

Main Ad

ગુજરાતી પ્રશ્નો વનલાઈનર 251 થી ૩૦૦

251

વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે?    Ans: ડાંગ

252

ગુજરાતમાં સૌ પ્રથમ એમ.એ.ની પદવી કોણે મેળવી હતી?    Ans: અંબાલાલ સાંકરલાલ દેસાઇ

253

જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે?    Ans: મહા ગંગા અભયારણ્ય

254

સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?    Ans: ભાદર

255

ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા?    Ans: ઈન્દુમતીબહેન શેઠ

256

કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે?    Ans: કવિ ભોજા ભગત

257

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે?    Ans: રાવજી પટેલ

258

અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી?    Ans: વનરાજ ચાવડા

259

ચાંપાનેરમાં આવેલા ‘હિસ્સાર-એ-ખાસ’ની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું?    Ans: મોહમ્મદ બેગડો

260

ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો?    Ans: વલસાડ

261

સિંહ મોટાભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે?    Ans: સૂર્યાસ્ત પછીના એક કલાકમાં

262

‘ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ?    Ans: મુકતાનંદ સ્વામી

263

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?    Ans: મહિપતરામ રૂપરામ

264

મહીપતરામ નીલકંઠે બ્રહ્મોસમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: પ્રાર્થના સમાજ

265

વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે?    Ans: વઘઈ

266

ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ?    Ans: વલય પરીખ

267

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

268

ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે ?    Ans: રત્નમણિરાવ જોટે

269

ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું?    Ans: સુરત

270

કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ?    Ans: કવિ ધીરો

271

પારસીઓના અંતિમસંસ્કાર સ્થળને શું કહેવાય છે?    Ans: દખમું

272

ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું?    Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ

273

‘રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે?    Ans: જયોતીન્દ્ર દવે

274

રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે?    Ans: નગીનદાસ પારેખ

275

દક્ષિણ ગુજરાતમાં કયું હવા ખાવાનું સ્થળ આવેલું છે ?    Ans: સાપુતારા

276

વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?    Ans: મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

277

ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ?    Ans: વલસાડ

278

ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કરતું રાજય કયું?    Ans: ગુજરાત

279

સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે?    Ans: ઝવેરચંદ મેઘાણી

280

‘ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો.    Ans: કનૈયાલાલ મુનશી

281

રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી?    Ans: વિભોજી જાડેજા

282

સ્વ. કવિ રાજેન્દ્ર શાહને ૨૦૦૧માં કાવ્યક્ષેત્રે પ્રદાન બદલ કયો શ્રેષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ?    Ans: ભારતીય જ્ઞાનપીઠ

283

ભરૂચની પારંપરીક હસ્તકળા કઇ છે?    Ans: સુજની

284

ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ?    Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો

285

ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ?    Ans: કવિ ધીરો

286

ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો?    Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ

287

ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો.    Ans: ગૂર્જરી ભૂ

288

ડાંગની દાદી તરીકે કોણ જાણીતું છે?    Ans: પૂર્ણિમાબેન પકવાસા

289

કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?    Ans: ગુજરાત

290

વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?    Ans: નરસિંહ મહેતાનો ચોરો

291

ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે?    Ans: નૈઋત્યકોણીય

292

નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા?    Ans: મોરારજી દેસાઇ

293

ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?    Ans: પાલિતાણા

294

પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી?    Ans: ઓખાહરણ

295

ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા?    Ans: રાજકોટ

296

ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ?    Ans: ખંભાત

297

ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ?    Ans: દક્ષિણ ગુજરાત

298

ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ?    Ans: મીઠા

299

ગુજરાતની સૌપ્રથમ કોમર્સ કોલેજનું નામ આપો.    Ans: એચ.એલ. કોમર્સ કોલેજ-અમદાવાદ - ઇ.સ.૧૯૩૭

300

કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?    Ans: મુંદ્રા

Post a Comment

0 Comments