Advertisement

Main Ad

ગુજરાતી વન લાઈનર પ્રશ્ન 301 થી 350

301

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામાયિક શરૂ કર્યું હતું?    Ans: ઈન્ડિયન ઓપિનિયન

302

ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે?    Ans: કવિ કાન્ત

303

ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?    Ans: ઈ.સ.૧૫૩૭

304

ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ?    Ans: ગાંધીનગર

305

ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?    Ans: વડોદરા

306

નર્મદે કઇ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી?    Ans: બુદ્ધિવર્ધકસભા

307

‘હવેથી સ્વેચ્છાએ કોઇને પણ જોડણી કરવાનો અધિકાર નથી.’ - આ વિધાન કોણે કર્યુ છે?    Ans: મહાત્મા ગાંધી

308

ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?    Ans: વેરાવળ

309

શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્યપ્રકારમાં છે?    Ans: પદ્યવાર્તા

310

ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે?    Ans: ભવૈયા

311

ગુજરાતભરમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું છે?    Ans: મરાઠાકાળ

312

રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે?    Ans: કંડલા

313

‘તમે ભલે દૂબળાં હો, પણ કાળજું વાઘ અને સિંહનું રાખો’ એવું કહેનાર નેતા કોણ હતાં?    Ans: સરદાર વલ્લભભાઇ પટેલ

314

દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલો છે ?    Ans: બનાસ નદી

315

બાળ વિવાહ પર પ્રતિબંધ મુકતો કાયદો સૌપ્રથમ કોણે પસાર કર્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

316

ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે?    Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

317

સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક કોણ હતા?    Ans: ભીક્ષુ અખંડાનંદ

318

પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે?    Ans: ડાંગ

319

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયાં અને કયારે રાજયપાલ તરીકે સેવા આપી હતી?    Ans: ઉત્તર પ્રદેશ, ૧૯૫૨ થી ૧૯૫૭

320

સંસાર સુધારા અર્થે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?    Ans: માનવધર્મ સભા

321

ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે?    Ans: સરદાર સરોવર નર્મદા યોજના

322

ચાંપાનેરની ઐતિહાસિક સાઈટ્સને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે ?    Ans: વર્લ્ડ હેરીટેજ સાઈટ

323

જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે?    Ans: જેતલપુર

324

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?    Ans: તીર્થગ્રામ યોજના

325

સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો.    Ans: સત્યાર્થપ્રકાશ

326

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે?    Ans: નાયક

327

કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ?    Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

328

ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે?    Ans: હિન્દુ ધર્મની બાળપોથી

329

ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે?    Ans: કાશ્મીરી ચાસ

330

દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ?    Ans: રિલાયન્સ

331

પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું?    Ans: દૂધિયું તળાવ

332

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?    Ans: ઇ.સ. ૧૯૪૯

333

ગુજરાતના રાજય પક્ષીનું નામ જણાવો.    Ans: સુરખાબ-હંજ

334

ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ?    Ans: કવિ દલપતરામ

335

ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?    Ans: લક્ષ્મીવિલાસ પેલેસ-વડોદરા

336

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ હતી ?    Ans: ઇ.સ.૧૯૪૯

337

ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા?    Ans: મહિપતરામ રૂપરામ

338

ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે?    Ans: જૂનાગઢ

339

‘ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે?    Ans: ગૌરીશંકર જોષી

340

ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષી કાયમી વસવાટ માટે સમૂહમાં પોતાના માળા બાંધી આખું પક્ષીનગર વસાવે છે?    Ans: કાનકડિયા

341

મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી?    Ans: વલભી

342

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે?    Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા

343

‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે?    Ans: કર્મણ મંત્રી

344

કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ?    Ans: પ્રાંતિજ અને હિંમતનગર

345

ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?    Ans: હજીરા

346

શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?    Ans: ભાવનગર

347

ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ?    Ans: અમદાવાદ

348

મૌન મંદિરના સ્થાપક કોણ હતા?    Ans: પૂજય શ્રી મોટા

349

ભારત - પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા?    Ans: એચ. એમ. પટેલ

350

આજવા ડેમ કોણે બનાવ્યો હતો?    Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

Post a Comment

0 Comments