Advertisement

Main Ad

ગુજરાતી વન લાઈનર પ્રશ્નો 401 થી 450

401

ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી ?    Ans: સયાજીરાવ ગાયકવાડ

402

એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?    Ans: શૂન્ય

403

‘કાગવાણી’ના રચયિતા કોણ હતા?    Ans: દુલા ભાયા કાગ

404

નરસિંહરાવ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ કયો છે ?    Ans: કુસુમમાળા

405

શ્રીરંગ અવધૂત મહારાજે કયા ભગવાનની ભકિતનો પ્રચાર કર્યો છે?    Ans: દત્ત ભગવાન

406

કઇ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો?    Ans: મણીબહેન પટેલ

407

ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો.    Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

408

પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા?    Ans: કવિ ભાલણ

409

ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?    Ans: રાજકોટ

410

પ્રથમ ગુજરાતી શાળા કયાં અને કયારે શરૂ થઈ?    Ans: સુરત - ઈ.સ. ૧૮૩૬

411

‘જમો થાળ જીવન જાઉં વારી...’ ભાવવાહી રચના કોણે કરી છે ?    Ans: ભૂમાનંદ સ્વામી

412

નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે?    Ans: રૂપાલ

413

કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે?    Ans: ધામણકા

414

ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે?    Ans: આખ્યાન

415

કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?    Ans: ૧૬મા સૈકા

416

સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે?    Ans: ઝવેરચંદ મેઘાણી

417

સામાન્ય અબાબીલ ગુજરાતમાં કયાંથી શિયાળો ગાળવા આવે છે?    Ans: યુરોપ અને ઉત્તર એશિયાથી

418

આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે?    Ans: સાપુતારા

419

‘આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે?    Ans: રમેશ પારેખ

420

સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા?    Ans: ડૉ.કે.કે. શાહ

421

ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે?    Ans: રાજકોટ અને વડોદરા

422

શ્રી અરવિંદ યુવાકાળમાં ગુજરાતનાં કયા શહેરમાં રહ્યા હતાં?    Ans: વડોદરા

423

ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે?    Ans: ભાદર

424

સિદ્ધપુર કઈ નદી પર વસેલું છે ?    Ans: સરસ્વતી

425

નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?    Ans: તળાજા

426

વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ?    Ans: જૂનાગઢ

427

પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ યોજના કાર્યરત છે?    Ans: તીર્થગ્રામ યોજના

428

‘ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે?    Ans: વડોદરા

429

સહજાનંદ સ્વામીને કોણે દીક્ષા આપી હતી ?    Ans: રામાનંદ સ્વામી

430

કચ્છનું કયું શહેર સુડી અને છરી-ચપ્પા ઉદ્યોગ માટે જાણીતું છે ?    Ans: અંજાર

431

ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?    Ans: હંસા મહેતા

432

દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ?    Ans: કાળી અને કાંપવાળી

433

ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે?    Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ

434

ગુજરાત કેટલો લાંબો દરિયાકિનારો ધરાવે છે?    Ans: ૧૬૬૦ કિમી

435

ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી?    Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી

436

કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ?    Ans: કચ્છના રણમાં

437

ભારતમાં પ્રોજેકટ ટાઈગર અમલમાં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું?    Ans: સિંહ

438

વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?    Ans: મચ્છુ

439

ભીલોના ઊત્કર્ષ માટે ૧૯૨૨માં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કોણે કરી હતી?    Ans: ઠક્કરબાપા

440

શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે?    Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

441

ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે?    Ans: પરબ

442

ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે?    Ans: નાયક

443

અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ?    Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

444

ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા?    Ans: રવિશંકર મહારાજ

445

ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે?    Ans: પાલીતાણા

446

ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે?    Ans: લક્ષ્મી

447

૭મી સદીમાં ગુજરાતની સુપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો?    Ans: આરબો

448

35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ?    Ans: દરિયાછોરું

449

ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ?    Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ

450

સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં?    Ans: કૃષ્ણ સુદામા- 1920

Post a Comment

0 Comments