📮📚અક્ષાશ ( Latitude) 📚📮
🔶પૃથ્વી પર દોરવામા આવેલી આડી કાલ્પનિક રેખાઓ ને અક્ષાશ કહેવાય છે.
🔷પૃથ્વી સપાટી પર ના કોઈ પણ સ્થળે થી સીઘી રેખા દ્વારા પૃથ્વી ના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ સીઘી રેખા અને વિષુવવૃત ની કાલ્પનિક સપાટી દ્વારા પૃથ્વીના કેન્દ્ર આગળ બનતો ખુણો એ સ્થળ નુ અંક્ષાશ કહેવાય છે.
🔶વિષુવવૃત થી કોઈ પણ જગ્યા નુ કોણીય માપ એટલે અક્ષાશ
🔷0 અક્ષાશ તે પૃથ્વીના બરોબર મઘ્ય માંથી દોરવામા આવેલ અક્ષાશ છે જે ને વિષુવવૃત કહેવાય છે તથા તેને ભુમઘ્ય રેખા કહેવાય છે.
🔶વિષુવવૃત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
🔷વિષુવવૃત એ સૌથી મોટો માં મોટો અક્ષાશ છે.
🔶વિષુવવૃત થી ઉપર ના ભાગ ને ઉત્તર ગોળાર્ધ (ખંડ ગોળાર્ધ ) અને નીચેના ભાગ ને દક્ષિણ ગોળાર્ધ (જળ ગોળાર્ધ ) કહેવાય છે.
🔷પૃથ્વીના ગોળ આકૃતિ ના કારણે વિષુવવૃત થી ઘ્રુવો તરફ જતા અક્ષાશ લંબાઈ ઘટતી જાય છે.
🔶પૃથ્વીના પોતાની ઘરી પર પરીભ્રમણ થી દિવસ - રાત બદલાય છે.
🔷પૃથ્વીના સુયઁ ની આસપાસ પરીક્રમણ થી દિવસ - રાત લંબાઈ માં ફેરફાર અને
ઋતુ માં ફેરફાર થાય છે.
🔶ઉત્તર ગોળાર્ધમાં 23.5° ઉત્તર અક્ષાશ એ કકઁવૃત અને 66.5° ઉત્તર અક્ષાશ એ આકઁટીક સકઁલ કહેવાય છે .
🔷દક્ષિણ ગોળાર્ધમાં 23.5° દક્ષિણ અક્ષાશ એ મકરવૃત અને 66.5° દક્ષિણ અક્ષાશ એ એન્ટાકઁટીક સકઁલ કહેવાય છે.
🔶ઉત્તર ઘ્રુવ અને દક્ષિણ ઘ્રુવ આવેલા છે
〰〰〰〰〰〰〰〰〰〰
🔷ત્રણ કટીબંઘ આવેલા છે.
✏️ ઉષ્ણ કટીબંઘ
✏️સમશિતોષ્ણ કટીબંઘ
✏️શીત કટીબંઘ / શીતોષ્ણ કટીબંઘ
〰〰〰〰〰〰〰〰〰〰
🔶ઉષ્ણ કટીબંઘ માં સુયઁ ના સીઘા કિરણો પડે છે. સમશિતોષ્ણ કટીબંઘ માં સુયઁ ના ત્રાંસા કિરણો પડે છે.
🔷કુલ અક્ષાશ ની સંખ્યા 180° હોય છે અને 0° ને ગણતા કુલ 181° અક્ષાશ થાય છે.
✏️90 ઉત્તર અક્ષાશ +90 દક્ષિણ અક્ષાશ +0° વિષુવવૃત = 181 અક્ષાશ
🔶કોઈ પણ બે અક્ષાશ વચ્ચે નું અંતર 111Km હોય છે. Ex 0°થી 1° અક્ષાશ
, 1° થી 2° અક્ષાશ .....
🔷ભારત દેશ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટીબંઘ માં આવેલો છે .
〰〰〰〰〰〰〰〰〰〰
🔶ભારત ના આઠ રાજ્યો માંથી કકઁવૃત રેખા પસાર થાય છે.
✏️મધ્ય પ્રદેશ ✏️ઝારખંડ
✏️મિઝોરમ ✏️રાજસ્થાન
✏️પશ્ચિમ બંગાળ ✏️ત્રિપુરા
✏️ગુજરાત ✏️છતીસગઢ
〰〰〰〰〰〰〰〰〰〰
🔷ગુજરાત ના છ જિલ્લા માંથી કકઁવૃત રેખા પસાર થાય છે.
✏️અરવલ્લી ✏️મહેસાણા
✏️સાબરકાંઠા ✏️પાટણ
✏️ગાંધીનગર ✏️ કચ્છ
〰〰〰〰〰〰〰〰〰〰
🔶વિશ્વ ના 16 દેશો માથી કકઁવૃત રેખા પસાર થાય છે
0 Comments